Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

કેન્સરના સેલ પારખી શકે એવું ડિવાઇસ તૈયાર

ટોકીયો તા. ર૮ :  જપાનના નાગોયા યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ એવું નેનોવાયર ડિવાઇસ તૈયાર કર્યું છે જે યુરિનના સેમ્પલમાંથી કેન્સરના સેલને પારખી શકે. યુરિનમાં માઇક્રોસ્કોપીક લેવલના કેન્સર માર્કરોને પણ આ ડિવાઇસ શોધી શકે એવું છે. સાયન્ટિસ્ટોનું માનવુ છે કે કેન્સરના સેલ એકબીજા સાથે કમ્યુનિકેટ કરે છે અને એવા એકસ્ટ્રાસેલ્યુલર વેસિકલ શરીરમાં ફરતા રહે છે. આવા સેલ કિલનિકલ માર્કર જેવા હોય છે. શરીરમાં આવા સેલની મલવમેન્ટ આ નેનોવાયર ડિવાઇસ ડિટેકટ કરી શકે છે.

 

(9:31 am IST)