Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

શાળામાં નમાજ પઢી શકાય નહીં: લંડન હાઇકોર્ટનો ચુકાદો

રિવાજ કે ધાર્મિક સ્‍વતંત્રતા શાળાના નિયમોથી વિશેષ નથી

નવી દિલ્‍હી,તા. ૧૭: શૈક્ષણિક સંસ્‍થાનઓમાં ધાર્મિક સ્‍વતંત્રતના મુદ્દે ઘણા વિવાદ થતા હોય છે પણ લંડનની હાઇકોર્ટે આ મુદ્દે સ્‍પષ્‍ટ ચુકાદો આપ્‍યો છે. કોર્ટે એક મુસ્‍લિમ વિદ્યાર્થીનીએ કરેલી શાળમાં નમાજ પઢવાની અરજીને ફગાવી દીધી હતી હાઇકોર્ટે જણાવ્‍યુ હતુ કે, કોઇ પણ રીતિ રિવાજ કે ધાર્મિક સ્‍વતંત્રતા શાળાના નિયમોથી ઉપર નથી.

લંડનના વેમ્‍બલીમાં મિશેલા સ્‍કૂલના નિયમો સામે એક મુસ્‍લિમ વિદ્યાર્થીનીએ કોર્ટમાં અરજી કરી હતી. તેની દલીલ હતી કે, શાળામાં તેના ધર્મની પ્રાર્થના કરવા પ્રતિબંધ છે અને તેની સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરાય છે. તેના જવાબમાં સરકારી શાળા મિશેલાએ હાઇકોર્ટને જણાવ્‍યું હતું કે, મુસ્‍લિમ વિદ્યાર્થીનીને સમાજ પઢવાની મંજૂરી આપવાથી વિદ્યાર્થીઓમાં સમાવેશ દ્રષ્‍ટિકોપ નબળો પડવાનું જોખમ છે.' અરજીને ફગાવતા ૮૩ પાનાંના ચુકાદામાં જજ થોમસ લિંડેએ જણાવ્‍યુ હતુ, ‘વિદ્યાર્થીનીએ શાળામાં પ્રવેશ લીધો ત્‍યારે તેણે તમામ નિયમો સ્‍વીકાર્યા હતા. જેમાં એવું પણ જણાવાયું હતુ કે તેને ધર્મને આધારે કોઇ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે.'

વિદ્યાર્થીનીએ આરોપ મૂકયો હતો કે, શાળાના પ્રતિબંધને કારણે તેના ધાર્મિક સ્‍વતંત્રતના અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. આ એક પ્રકારનો ભેદભાવ છે, જે ધાર્મિક લઘુમતી સમાજને અલગ હોવાનો અહેસાસ કરાવે છે. જો કે કોર્ટે તેની દલીલને ફગાવી દીધી હતી. શાળાના સ્‍થાપક અને ને પ્રિન્‍સિપાલ કેથરીન બીરબલસિંહે જણાવ્‍યુ હતું કે ‘આ ચુકાદો દરેક શાળાની જીત છે.'

(9:54 am IST)