Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2024

પાતળા થવાના ચક્કરમાં સર્જરી કરાવવી આ સિંગરને પડી ભારે

નવી દિલ્હી: બોડીને ફિટ અને હેલ્ધી રાખવી દરેક વ્યક્તિનું સપનું હોય છે. ઘણા લોકો ડાયટિંગ કરીને તેમજ જીમમાં જઇને અથવા યોગ કે કસરત કરીને પોતાના શરીરને યોગ્ય શેપમાં રાખવાનું પસંદ કરે છે. માર્કેટમાં બોડીને શેપમાં લાવવા માટે આજે ઘણા પ્રકારની ટેકનોલોજી અને પદ્ધતિઓ આવી ગઇ છે. આમાંની એક લિપોસક્શન સર્જરી છે. પાતળા થવાની ધેલછામાં બ્રાઝિલની પ્રખ્યાત સિંગર દાની લીએ જીવ ગુમાવ્યો છે. સિંગલના મોતથી ચાહકોને આઘાત લાગ્યો છે. બ્રાઝિલની પ્રખ્યાત ગાયક દાની લી (Dani li) નું લિપોસક્શન સર્જરી બાદ 42 વર્ષની વયે અવસાન થયું છે. દાની લીએ થોડા સમય પહેલા લિપોસક્શન સર્જરી કરાવી હતી, જેના પછી તેને તકલીફો થવા લાગી હતી. તકલીફ વધી જતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની તબિયત અચાનક બગડી હતી, જે બાદ દાની લીનું મૃત્યુ થયું હતું. લિપોસક્શન સર્જરી પીડાજનક અને જોખમ સર્જરી છે. મળતા અહેવાલો અનુસાર, તેમનું નિધન લિપોસક્શન સર્જરીને કારણે થયું હતું. તેના મૃત્યુ પહેલા, દાની લી બીજી સર્જરી કરાવવાનું વિચારી રહી હતી. લિપોસક્શન સર્જરીની વાત કરીએ તો, સ્થૂળતા ઘટાડવાની આ એક ટેકનિક છે. લિપોસક્શન સર્જરી એ બોડીને શેપમાં લાવવાની એક યુનિટ ટેકનિક છે. સર્જરી દરમિયાન, શરીરના મુખ્ય અંગોમાંથી વધારાની ચરબી દૂર કરવામાં આવે છે. ચહેરા, કમર, છાતી, ગરદન, હિપ્સ અને ચિન જેવા ભાગોમાંથી વધારાની ચરબી દૂર કરીને સ્લિમ લુક આપવામાં આવે છે.

 

(6:22 pm IST)