Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

જાપાનમાં 6.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનમાં એક ઊંચી તીવ્રતાનો ભૂકંપ આવ્યો તેવા સમાચાર મળી રહ્યા છે. હોક્કાઇડો ટાપુ ભૂકંપથી હચમચી ગયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે બપોરે 6.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે લોકો ડરી ગયા અને ઘરની બહાર નીકળી આવ્યા હતા. હોક્કાઇડો જાપાનનો બીજો સૌથી મોટો ટાપુ છે, અહીં લાખો લોકો વસે છે. જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, આ એવો વિસ્તાર છે જ્યાં આખું વર્ષ ભૂકંપના નાના મોટા આંચકા અનુભવતા હોય છે.

 

(7:20 pm IST)