Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

મહિલાના એકસાથે ત્રણ બાળકોને જન્મ આપતાં પહેલા અને બાદના ફોટો જોઈને લોકો અવાક્

પ્રસૂતિ બાદના પોતાના પેટના ફોટો પણ તેણે શેર કર્યા હતાઃ જેને પણ ૪૦,૦૦૦થી વધુ લાઇક મળી હતી

ન્યુયોર્ક, તા.૨૮: મિશેલા મેયર-મોર્સીએ તાજેતરમાં એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. વળી તમામ બાળકોનો જન્મ સિઝેરિયન દ્વારા કરવામાં આવ્યો હતો. સોશ્યલ મીડિયા પર મિશેલે પોતાનાં ત્રણ નવજાત બાળકોના ફોટો બતાવતાં લોકોએ તેને અભિનંદન પણ આપ્યાં હતાં. જોકે તેના ફોલોઅરનું સૌથી વધારે ધ્યાન તેના પ્રસૂતિ પહેલાં તેમ જ ત્યાર બાદ બતાવેલા પેટના ફોટો પર ખેંચાયું હતું. મિશેલાએ ગર્ભાવસ્થાના તમામ ફોટો પોતાના ૨.૬ લાખ ફોલોઅર્સ સાથે શઙ્ખર કર્યા હતા. તેણે પોતાનો ૩૫ સપ્તાહનો બેબી-બમ્પને દેખાડ્યો હતો, જે દ્યણા લોકોને ખોટો લાગ્યો હતો. ત્યાર બાદ તેણે એક વિડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેણે પોતાના બેબી-બમ્પને હાથ વડે ઊંચકતી હોય એવો વિડિયો પણ બનાવ્યો હતો. એકસાથે ત્રણ બાળકોને જન્મ આપતાં મિશેલા હવે પાંચ બાળકોની મમ્મી બની ગઈ છે. પ્રસૂતિ બાદના પોતાના પેટના ફોટો પણ તેણે શેર કર્યા હતા, જેને પણ ૪૦,૦૦૦થી વધુ લાઇક મળી હતી. મિશેલાએ ડિલિવરી દરમ્યાન એની કાળજી લેનાર મેડિકલ સ્ટાફની પણ પ્રશંસા કરી હતી.

(3:14 pm IST)