Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

તો આ કારણોસર 60વર્ષથી વધુ વયની ઉંમરના લોકોને શીખવવામાં આવે છે ઈન્ટરનેટ

નવી દિલ્હી: થાઈલેન્ડમાં વૃદ્ધોને ઇન્ટરનેટ મીડિયામાં ઇન્ફ્લૂઅન્સર બનાવવા માટે નવી કવાયત શરૂ કરવામાં આવી છે. જેથી, કેટલાક વૃદ્ધ ઇન્ટરનેટ પર હેલ્થ ટિપ્સ આપી રહ્યા છે તો કોઈ ખેતીની ટેકનીક જણાવીને લોકોને ઇન્ફ્લૂઅન્સ કરી રહ્યા છે. મૂળે, આ શક્ય થઈ શક્યું છે થાઈ મીડિયા ફંડના માધ્યમથી. આ હેઠળ 60 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા લોકોને યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સની મદદથી ઇન્ટરનેટના ગુણ શીખવાડવામાં આવી રહ્યા છે, જેથી તેમની કમાણીનો સ્ત્રોત ચાલુ રહે અને તેઓ પોતાના જ્ઞાનને ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરી બીજાઓને ઇન્ફ્લૂઅન્સ કરી શકે.

તેમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિત અન્ય ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. તેમાંથી કેટલાક એવા છે જેઓ ઇન્સ્ટાગ્રામ પર સ્ટાર બની ચૂક્યા છે અને તેમના હજારો ફોલોઅર્સ પણ છે. આ કવાયત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે વર્તમાનમાં 10% વસ્તી 60 વર્ષની છે જે 2035 સુધી 30% થઈ જશે.

(5:29 pm IST)