Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

ફિલિપાઇન્સમાં 7.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ફિલિપાઈન્સમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર ફિલિપાઈન્સથી 14 કિલોમીટર દક્ષિણ-પૂર્વ ડોલોરેસમાં હતો. મનીલામાં 300 કિલોમીટરથી વધુ દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વેનું કહેવું છે કે, ભૂકંપના કેન્દ્રમાં આવેલી ઈમારતોની બારીઓ તૂટી ગઈ હતી. જોકે અત્યાર સુધીમાં ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ભૂકંપ બાદ સુનામીની પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, લુઝોનના મુખ્ય ટાપુ પર પર્વતીય અને ઓછી વસ્તીવાળા પ્રાંત અબ્રામાં સવારે 8:43 વાગ્યે (0043 GMT) આંચકા અનુભવાયા હતા. શરૂઆતમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8 માપવામાં આવી હતી પરંતુ થોડા સમય બાદ તેની તીવ્રતા 7.1 હતી. ભૂકંપના આંચકા મેટ્રો મનીલા, બુલાકન અને ઓરિએન્ટલ મિંડોરો પ્રાંતમાં પણ અનુભવાયા હતા. જોકે અત્યાર સુધીમાં કોઈ નુકશાન કે જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. તમને જણાવી દઈએ કે, ફિલિપાઈન્સમાં થોડા મહિનામાં જ ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા. 22 મેના રોજ રાત્રે 9:50 વાગ્યે (સ્થાનિક સમય) ફિલિપાઈન્સના બુંગાહાનમાં રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો.

(5:28 pm IST)