Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

18જૂન બાદ ફરી એક વાર કાબુલના શીખ ગુરુદ્વારા પર આતંકવાદી હુમલો થયો હોવાની માહિતી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કાબુલમાં ફરી એક વખત શીખ ગુરૂદ્વારા પર આતંકવાદી હુમલાની ઘટના બની છે. કાબુલના કાર્તે પરવાન શીખ ગુરૂદ્વારાના મેઈન ગેટ પાસે બોમ્બ વિસ્ફોટની ઘટના બની છે. ગત 18 જૂનના રોજ પણ આ શીખ ગુરૂદ્વારા પર હુમલાની ઘટના બની હતી જેમાં 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઈન્ડિયન વર્લ્ડ ફોરમના અધ્યક્ષ પુનીત સિંહ ચંડોકે હુમલાની આ ઘટના અંગે નિવેદન આપ્યું છે. તેમણે ત્યાં ઉપસ્થિત શીખ અને હિંદુ સમાજના લોકો સુરક્ષિત હોવાની ખાતરી આપી છે. ઉપરાંત હુમલાની ઘટના બાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ગત મહિને થયેલા આતંકી હુમલા બાદ ઈસ્લામિક સ્ટેટ ખોરસાન પ્રોવિન્સ સંગઠને તેની જવાબદારી લીધી હતી. સંગઠને એવું નિવેદન આપ્યું હતું કે, ભાજપના નેતા નુપુર શર્મા અને નવીન જિંદાલે તેમના પયગંબર માટે કરેલી અપમાનજનક ટિપ્પણીના જવાબમાં તેમણે હુમલો કર્યો હતો. બાદમાં તાલિબાન સરકારે તેઓ ગુરૂદ્વારાનું રિનોવેશન કરાવી આપશે તેની ખાતરી આપી હતી. 

(5:28 pm IST)