Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

હાડકાં ભાંગી નાખતું વિશ્વનું ફાસ્ટેસ્ટ રોલરકોસ્ટર બંધ કરાયું

કલાકના ૧૭૨ કિલોમીટરની ઝડપે ફરતા એ રોલરકોસ્ટરમાં રાઇડ કરનાર ઘણાના હાથપગ ભાંગ્યા હતા

ન્યુયોર્ક, તા.૨૫: ૨૦૦૧ની ૨૧ ડિસેમ્બરે જપાનના યામાનાશી, ફુજિયોશિદામાં વિશ્વનું સૌથી ઝડપી રોલરકોસ્ટર શરૂ કરવામાં આવ્યું હતું. કલાકના ૧૭૨ કિલોમીટરની ઝડપે ફરતા એ રોલરકોસ્ટરમાં રાઇડ કરનાર દ્યણાના હાથપગ ભાંગ્યા હતા. તીવ્ર ગતિને કારણે હાડકાં ભાંગવાની ફરિયાદને કારણે તેની લોકપ્રિયતા દ્યટી ગઈ હતી. દો દોન્પા નામનું એ રોલરકોસ્ટર ફુજિયોશિદાના ફુજિ કયુ હાઇલેન્ડ પર હતું. દો દોન્પા બન્યું એ પહેલાં સૌથી વધારે ઝડપનો વિક્રમ 'સુપરમેનઃ  ધ એસ્કેપ એન્ડ ટાવર ઓફ ટેરર'ના નામે હતો.

૨૦ વર્ષમાં સાહસના શોખીન હજારો લોકો સુપરસ્પીડિંગ રોલરકોસ્ટરમાં રાઇડ માણી ચૂકયા છે, પરંતુ એ સુપરસ્પીડને કારણે ઈજા પામેલા લોકોની સંખ્યા પણ ઓછી નથી.

૨૦૨૦ દરમ્યાન એવા નોંધપાત્ર અનુભવો થયા હતા. ૨૦૨૦ના ડિસેમ્બર મહિના પછી રાઇડ માણનારા છ જણનાં હાડકાંમાં ફ્રેકચરની દ્યટનાઓ નોંધાઈ હતી. એ પહેલાં  ૨૦૦૭ની ૧૫ મેએ ૩૭ વર્ષના એક માણસના જમણા પગના દ્યૂંટણમાં ઈજા થઈ હતી. આવી અનેક દ્યટનાઓને પગલે એ રોલરકોસ્ટર બંધ કરી દેવામાં આવ્યું છે.

(2:59 pm IST)