Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

અમેરિકાની શાળાઓમાં હવેથી બાળકોના ભોજનમાં શાકાહારી વાનગીઓને વધુ મહત્વ આપવામાં આવશે

નવી દિલ્હી: અમેરિકામાં સ્કૂલમાં ભણતા બાળકોને વધારે પોષણયુક્ત આહાર મળે તે માટે સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. જેના પગલે અમેરિકાની સ્કૂલોમાં બાળકોની થાળીમાં શાકાહારી વાનગીઓને વધારે મહત્ત્વ અપાશે તથા તેમાં ખાંડનુ પ્રમાણ ઓછુ કરવામાં આવશે.અમેરિકાના કૃષિ મંત્રી ટોમ વિલ્સેકે સ્કૂલોના ભોજનના માધ્યમથી બાળકોની તંદુરસ્તી જાળવવા માટે મહત્ત્વની જાહેરાત કરતા કહ્યુ હતુ કે, 'અમે તમામ બાળકોની શારીરિક અને માનસિક ક્ષમતાઓ વધારવાના લક્ષ્ય પર કામ કરી રહ્યા છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, પુસ્તકો અને કોમ્પ્યુટરની સાથે જ પોષણયુક્ત આહાર પણ સ્કૂલના માહોલનો એક અનિવાર્ય હિસ્સો છે. જે બાળકોને સ્કૂલની અંદર તેમજ બહાર સફળતા મેળવવા માટે સક્ષમ બનાવે છે.'તેમણે જણાવ્યુ હતુ કે, 'બાઈડન સરકાર આ માટે સ્કૂલો, રાજ્યો અને ઉદ્યોગો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. જેથી સ્કૂલોમાં અપાતા ભોજનની ગુણવત્તામાં સુધારા થઈ શકે. આ માટે સ્કૂલોમાં અપાતા ભોજનમાં પહેલી વખત ખાંડનુ પ્રમાણ ઓછુ કરવામાં આવશે. 2025 સુધીમાં નાના પાયે અને એ પછી વ્યાપક સ્તર પર બદલાવો કરવામાં આવશે. ભોજનમાં ખાંડના વધારે પ્રમાણને લઈને વાલીઓ તેમજ શિક્ષકો પહેલા પણ ચિંતા વ્યક્ત કરી ચુકયા છે.'

 

(6:33 pm IST)