Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

બ્રાઝિલના બે વર્ષ બાદ યોજાયેલ રિયો કાર્નિવલમાં 20 લાખ લોકો માર્ગ પર ઉતર્યા હોવાની માહિતી

નવી દિલ્હી: બ્રાઝિલના રાયો ડિ જનેરોમાં બે વર્ષ પછી રિયો કાર્નિવલ શરૂ થયો છે. આ પાંચ દિવસ સુધી ચાલશે. શુક્રવારથી તેની શરૂઆત થઇ. કોરોના પૂર્વે અહીંયા દૈનિક 20 લાખ લોકો માર્ગ પર ઉતરતા હતા. અર્થાત્ 4 લાખ લોકો મુલાકાત લેતા હતા. હવે કાર્નિવલમાં માત્ર બે દિવસમાં અંદાજે દોઢ લાખ મુલાકાતીઓ ઉમટ્યા છે.
સાંબા સ્કૂલ, ડાન્સર, ઢોલ અને વિવિધ આકર્ષક ઝાંખીઓથી ઉજવણી વધુ શાનદાર બની છે. અહીંયા પહેલા દિવસે શહેરની સૌથી પ્રાચીન સ્ટ્રીટ પાર્ટીમાં હજારો લોકોએ ડાન્સની મજા માણી હતી. પાર્ટીમાં અહીંયા લોકો પરંપરાગત પોષાક અને અન્ય પરિધાનમાં નજર આવ્યા. વર્ષ 1980થી સાંબાડ્રોમમાં સતત કાર્નિવલ પરેડ યોજાય છે. જો કે કોરોના મહામારીને કારણે આ જગ્યા 400 બેઘર પરિવારો માટે આશ્રયસ્થાન બન્યું છે. આ બાદ આ જગ્યાને વેક્સિનેશન સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી હતી. રિયો કાર્નિવલ બ્રાઝિલની સંસ્કૃતિનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેનું નામ પૃથ્વી પરના મોટા શો તરીકે પણ લેવામાં આવે છે. આમાં, સાંબા શાળાઓ સાંબાડ્રોમમાં પરેડ કરે છે. આ કાર્નિવલ 18મી સદીથી ઊજવવામાં આવે છે.

 

(5:31 pm IST)