Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ચીનની એક અદાલતે યુવકને પોતાની પૂર્વ પત્નીને ઘરના કામના બદલામાં 5.5 લાખ રૂપિયા ચુકવવાની સજા ફટકારી

નવી દિલ્હી: ચીનની એક અદાલતે એક યુવકને પોતાની પુર્વ પત્નીને વર્ષોના અવેતનિક ઘરના કામના બદલામાં 50 હજાર યુઆન (લગભગ 5.5 લાખ રૂપિયા)નું ચુકવણું કરવાનો આદેશ આપ્યો છે. તલાકના કેસમા આ અભૂતપૂર્વ ફેસલાથી સોશ્યલ મીડીયામાં ચર્ચા છેડાઈ ગઈ છે.ચીનમાં વર્ષની શરુઆતમાં અમલમાં આવેલી નવી નાગરિક સંહિતા અંતર્ગત છુટાછેડા લેનાર લોકોને એ અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ ઘરની જવાબદારીઓનું વહન કરવાના બદલામાં સાથી પાસેથી વળતર માંગી શકે છે.

         બીજીંગની અદાલતમાં છુટાછેડાની અરજી પર સુનાવણી દરમ્યાન વાંગે કહ્યું હતું કે પાંચ વર્ષના લગ્ન દરમિયાન તેણે બાળકોની સારસંભાળ સાથે સાથે ઘરના કામો એકલા હાથે કર્યા હતા. પતિ ચેન ઓફીસે જવા સિવાય કોઈ કામ કરતો ન હતો.અદાલતે 4 ફેબ્રુઆરીએ આપેલા પોતાના ફેસલામાં જણાવ્યું હતું કે વાંગે ચેનની તુલનામાં ઘરની વધુ જવાબદારી સંભાળી છે. વાંગને બાળકોની સંભાળ અને 2000 યુઆન (લગભગ 22 હજાર રૂપિયા) દર મહિને એલ્યુમની સાથે 50 હજાર યુઆન (લગભગ 5.5 લાખ રૂપિયા) વધારાના ચૂકવવા જોઈએ. અલબત, વાંગે 1.6 લાખ યુઆન (લગભગ 18 લાખ રૂપિયા)ના વળતરની માંગ કરી હતી. ચીનની વેબસાઈટમાં આ કેસ છવાઈ ગયો છે. વેબસાઈટ વીબો પર 'સ્ટે-એટ-હોમ વાઈફ રિસીવ્સ 50000 યુઆન હાઉસવર્ક કંપનસેશન હેશટેગ છવાય ગયુ છે. યુઝર્સ આ મામલે 57 કરોડથી વધુ પ્રતિક્રિયા આપી ચૂકયા છે.

(5:58 pm IST)
  • ખેડૂત નેતાએ કહ્યું સરકારને રામચંદ્ર બનાવી ગાદીએ બેસાડી હતી પણ રાવણ જેવો વ્યવહાર કરવા લાગી : અમને ખબર છે રાવણની નાભિ ક્યાં છે : રાકેશ ટિકૈતની 40 લાખ ટ્રેકટર સાથે સંસદ ભવન ઘેરાવાના એલાનને ખેડૂત નેતા પુષ્પેન્દ્રસિંહ સમર્થન અપાતા કહ્યું મત જ સરકારની નાભિ છે અને ત્યાં જ વાર કરીશું access_time 1:12 am IST

  • ટેકો પાછો ખેંચાયો અને બીજી તરફ અપક્ષ ધારાસભ્ય ઉપર આવકવેરાનો જબરજસ્ત દરોડો ચાલુ : હરિયાણાની ભાજપ સરકારને તાજેતરમાં જ ટેકો પાછો ખેંચી લેનાર અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુના નિવાસસ્થાન સહિતના સ્થળોએ આવકવેરાની જબરજસ્ત મોટી રેડ ચાલુ હોવાનું જાણવા મળે છે. access_time 11:40 am IST

  • કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ખુશખબરી : કોરોના કાળમાં સરકારે મોંઘવારી ભથ્થું કાપ્યું હતું ત્યારે હવે જાન્યુઆરી 2021થી જૂન 2021 સુધીમાં ડીએમાં વધારો થવાની શકયતા છે :આગામી દિવસોમાં જ નવા વધારા સાથે પગાર મળશે access_time 1:26 am IST