Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

દક્ષિણ સુદાનમાં યૌન હિંસા ચરમસીમાઅેઃ બાળકોને તેમની માતાનો બળાત્કાર જોવા કરાય છે મજબુરઃ યુઅેનઅે રિપોર્ટ જાહેર કરતા ખળભળાટ

દક્ષિણ સુદાનમાં યૌન હિંસા અેટલી બધી ચરમસીમાઅે પહોંચી છે કે, ત્‍યાં બાળકોને જીવવા માટે તેની માતા સાથે થતો બળાત્કાર જોવો પડે છે.

સંયુક્ત રાષ્ટ્ર (UN)એ દક્ષિણ સુડાનમાં માનવાધિકારોની ખરાબ હાલતને લઇ એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, સુડાનમાં બાળકોની તેમની માતા અને અન્ય સંબંધીનાં બળાત્કાર થતા અને મરતા દેખવા માટે મજબૂર કરવામા આવે છે. યૂએનનું કહેવું છે કે, દક્ષિણ સૂડાનમાં યૌન હિંસા ચરમસીમા પર પહોંચી ગઇ છે.

સંયૂક્તરાષ્ટ્રનાં માનવાધિકાર તપાસકર્તાઓ દ્વારા શુક્રવારનાં રોજ રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દક્ષિણ સૂડાનનાં લગભગ 40 અધઇકારીઓ માનવતા વિરૂદ્ધ કરવામાં આવેલ અપરાધો માટે જવાબદાર હોઇ શકે છે. હાલમાં આ અધિકારીઓનાં નામ જાહેર કરવામાં આવ્યા નથી.

જાણવા મળી રહ્યું છે કે, 40 અધિકારીઓમાંથી 4 કર્નલ લેવલનાં અધિકારીઓ છે અને ત્રણ સ્ટેટ ગવર્નસ છે. આ રિપોર્ટમાં ઘણા પીડિતોએ પોતાની આપવીતી જણાવી છે. પીડિતોએ જણાવ્યું છે કે, કેવી રીતે તેમને પોતાનો જીવ બચાવવા માટે પોતાના પરિવારનાં સભ્યોનો બળાત્કાર જોવા માટે મજબૂર કરવામાં આવતા હતાં. માત્ર આટલું જ નહી એક પીડિત મહિલાએ જણાવ્યું કે, કેવી રીતે તેના દીકરાને જીવીત રહેવા માટે પોતાની દાદીનો બળાત્કાર કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ સૂડાનમાં વર્ષ 2011માં સૂડાનને સ્વતંત્રતા મળી ગઇ હતી પરંતુ ડિસેમ્બર 2013થી જ અહિંયા યુદ્ધ શરૂ થઇ ગયુ. જોકે, વર્ષ 2015માં અહિંયા શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં પરંતુ હિંસા વધતી જ જઇ રહી છે. ત્યાં જ આ મામલો સામે આવતાની સાથે જ દક્ષિણ સૂડાનની સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, આ ગુનાઓમાં જેનું પણ નામ શામેલ હશે, તેમના વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.

(5:00 pm IST)