Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

૧૧ વર્ષના સિક્રેટ અફેર બાદ ભાઇએ બહેન સાથે જ કરી લીધા લગ્ન

રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો છે ત્‍યારે સામે આવ્‍યું કે એક ભાઇએ તેની જ બહેન સાથે લગ્ન કરી લીધા છે અને બહેન પ્રેગનેન્‍ટ છે

 

લંડન,તા.૨૪: એક પોર્ટુગલ બાઇક રેસરે પોતાની જ સ્‍ટેપ સિસ્‍ટર સાથે લગ્ન કરી લીધા છે અને તે પોતાના પહેલા બાળકને આ દુનિયામાં લાવવાની તૈયારી કરી રહ્યાં છે. મોટો ગ્રેન્‍ડપિક્‍સ રાઇડર માગુએલ ઓલિવેરાએ પોતાની સ્‍ટેપ સિસ્‍ટર આન્‍દ્રિયા પિમેન્‍ટા સાથે લગ્ન કર્યા છે.

મિગુએલ અને આન્‍દ્રિયા એક બીજાને ૧૩ વર્ષની ઉંમરથી ડેટ કરી રહ્યાં છે. બંનેએ ૧૧ વર્ષ સુધી એકબીજા સાથેના સંબંધને દુનિયાથી છુપાવીને રાખ્‍યો હતો. પહેલીવાર તેમણે ૨૦૧૯માં પોતાના સંબંધની વાત સ્‍વીકારી હતી. તે પહેલા બંનેનું રિલેશનશીપ એકદમ સિક્રેટ હતું.

એક રિપોર્ટ અનુસાર ૨૪ વર્ષની પિમેન્‍ટાની માતા મિગુએલના પિતાની બીજી પત્‍ની છે. બંને સ્‍ટેપ સિબલિંગ્‍સે ૧૩ વર્ષની રિલેશનશીપ બાદ લગ્ન કરી લીધા છે.

કપલે ઇન્‍સ્‍ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે અને તેમાં લખ્‍યું છે કે આ વીકેન્‍ડ અમે પોતાના જીવનનો સૌથી મહત્‍વપૂર્ણ મોડ બનાવ્‍યો છે. અમે લગ્ન કર્યા છે અને આ પળને તમારી સાથે શેર કરવા માગીએ છીએ.

લગ્નની પોસ્‍ટ બાદ મિગુએલે પત્‍નીની ગર્ભવતી થવાની જાણકારી આપી હતી. તેમાં તેણે લખ્‍યું છે કે, અમારું જીવન હવે વિશેષ કંપની સાથે ચાલશે. એક નોકરી જે અમારી બાકીની યાત્રા સુધી ચાલશે. તને મળવાની રાહ નથી જોઇ શકતા લવ.

મિગુએલનો જન્‍મ ૪ જાન્‍યુઆરી ૧૯૯૫ના રોજ પોર્ટુગલના અલમાંડામાં થયો હતો. તે એક બાઇક રેસર છે અને ૨૦૧૫ ઇટાલિયન બાઇક ગ્રાન્‍ડ પ્રિક્‍સ જીતનારો પહેલો પોર્ટુગીઝ રાઇડર છે. વર્ષ ૨૦૧૮માં મિગુએલ મોટો૨ વર્લ્‍ડ ચેમ્‍પિયનશીપમાં રનર અપ હતો.

(10:56 am IST)