Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

બે પુત્રના યુદ્ધમાં મૃત્યુ બાદ અફઘાનિસ્તાનના આ 88 વર્ષીય વૃદ્ધ ચલાવે છે આ રીતે પોતાનું ગુજરાન

નવી દિલ્હી: અફઘાનિસ્તાન આર્મીમાંથી અધિકારી તરીકે નિવૃત્ત થયેલા જનરલ શાહ મેહમૂદ નાઝી હાલ 88 વર્ષની ઉંમરે ગુજરાન ચલાવવા માટે શાકભાજી અને ફ્રૂટ્સની લારી કાઢે છે. આટલી મોટી ઉંમર હોવા છતાં તેઓ તેમનું જીવન ચલાવવા માટે કોઈએ આપેલા પૈસા, સહાય કે ભોજન પણ લેતા નથી. તેઓ જાતે જ મહેનત કરીને ગુજરાન ચલાવે છે અને ગૈરવ સાથે પોતાની જિંદગી જીવે. જોકે આ વાત અફઘાનિસ્તાન માટે શરમજનક છે! જનરલ મેહમૂદ 1958માં યુકેની રોયલ મિલિટરી એકેડેમીમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હતો અને અફઘાનિસ્તાનની આર્મીમાં અધિકારી તરીકે 1990 સુધી ફરજ બજાવી હતી. 1992થી 1996 સુધી ચાલેલા અફઘાન સિવિલ વોર દરમિયાન તેમના બંને દીકરાનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ત્રીજા પુત્રનું મૃત્યુ ગત વર્ષે આત્મઘાતી હુમલામાં થયું હતું. હાલ તેઓ કંદહારમાં તેમનાં પત્ની અને પુત્રવધૂ સાથે રહે છે. આટલી મોટી ઉંમરે પણ 3 વ્યક્તિના એક પરિવારને ચલાવવા માટે સખત મહેનત કરે છે. સોશિયલ મીડિયામાં પણ તેમની ગૈરવ સાથે જિંદગી જીવવાની વાતને બિરદાવવામાં આવી છે. એક યુઝરે આ ફોટા બાબતે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આ ફોટો ખરેખર હાર્ટને સ્પર્શી જાય એવો છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝર આ અંગે કહે છે કે આટલી મોટી વયે આવું કામ કરવું પડે એ ખૂબ જ દુઃખદ છે.

 

(6:52 pm IST)