Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

તાઈવાનમાં 6.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ થતા લોકોમાં ગભરાટ

નવી દિલ્હી:  તાઇવાનમાં મંગળવાર વહેલી સવારે ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતાં. જેમાં સૌથી શકિતશાળી ભૂકંપની તીવ્રતા . હતી તેમ યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એક નિવેદનમાં જણાવ્યું છે. ભૂકંપમાં કોઇ જાનહાનિ થઇ નથી પણ બે બહુમાળી ઇમારતોને વધુ નુકસાન થયું છે જે મહિનાની શરૂઆતમાં આવેલા . તીવ્રતાના ભૂકંપ પછી ખાલી કરાવી દેવામાં આવી હતી. તે વખતે ભૂકંપને કારણે ૧૩ લોકોનાં મોત થયા હતાં અને ૧૦૦૦ લોકો ઘાયલ થયા હતાં. યુએસજીએસના જણાવ્યા અનુસાર આજે આવેલા . તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર  હુઆલિયન શહેરથી ૨૮ કિમી દક્ષિણમાં અને જમીનથી ૧૦. કિમી નીચે હતું. તાઇવાનના મોનિટરિંગ સેન્ટર અનુસાર શરૂઆતમાં આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા . હતી. અલગ અલગ મોનિટરિંગ સેન્ટર દ્વારા નોંધવામાં આવેલી તીવ્રતામાં સામાન્ય અંતર સ્વભાવિક છે. 

(7:30 pm IST)