Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

પાકિસ્તાની શીખ યાત્રાળુઓને આવતા મહિનાથી ગુરુદ્વારા દરબાર સાહિબ કરતારપુરની મુલાકાત લેવાની મંજૂરીનો નિર્ણય

નવી દિલ્હી: કોવિડ -19 ની ચોથી લહેરનો સામનો કરવાના પ્રયાસો વચ્ચે, પાકિસ્તાને શીખ યાત્રાળુઓને આવતા મહિનાથી ગુરુદ્વારા દરબાર સાહિબ કરતારપુર ની મુલાકાત લેવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. કરતારપુર ગુરુદ્વારા ખોલવાનો નિર્ણય નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટર (NCOC) દ્વારા શનિવારે લેવામાં આવ્યો હતો કારણ કે 22 સપ્ટેમ્બર શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનક દેવની પુણ્યતિથિ છે. કોરોના વાયરસના ડેલ્ટા પ્રકારના લીધે ભારતને ૨૨ મે થી ૧૨ ઓગસ્ટ દરમિયાન સી- શ્રેણીમાં રાખવામાં આવ્યું હતું. ભારતથી પાકિસ્તન જનારા લોકોને ખાસ મંજૂરીની જરૂર પડતી હતી. જો કે હવે કોરોના કેસ ઘટતાં ઉપરોક્ત જોગવાઇના અમલમાં નરમાશ દાખવાઇ રહી છે.

કરતારપુર જવા માગતા શ્રધ્ધાળુઓએ કોરોના રસીના બંને ડોઝ લીધા હોવાના પ્રમાણપત્રો તેમજ છેલ્લા 72 કલાકમાં કરાવાયેલી આરટીપીસીઆર તપાસનો અહેવાલ સત્તાવાળાઓને સુપરત કરવા પડશે.

વળી હવાઇમથકોએ એમના રેપિડ એન્ટિજેન તપાસ પણ કરાવાશે. સંક્રમણ જણાશે તો યાત્રીને પાકિસ્તાન જવા દેવાશે નહિ. આ પ્રસંગે કરતારપુર જવા માટે મહત્તમ 300 યાત્રીઓને પરવાનગી અપાશે.

(5:17 pm IST)