Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

હે ભગવાન.....તાલિબાને વટાવી ક્રુરતાની હદ:યુવતીઓની ડેડબોડી સાથે પણ કરે છે દુષ્કર્મ

નવી દિલ્હી: તાલિબાન (Talibanનો ક્રૂર ચેહરો સામે આવી ચુક્યો છે. આતંકી (Terrorists) ક્રૂર છે આ વાત સાબિત થઈ ચુકી છે. અફગાનિસ્તાન (Afghanistan) થી ભારત પહોચેલી મહિલા મુસ્કાને તાલિબાની આતંકવાદીઓની પોલ ખોલી નાખી છે. તેણે જણાવ્યુ કે તાલિબાની આતંકી યુવતીઓની ડેડબોડી સાથે પણ રેપ (Taliban Had Sex With Dead Bodies) કરે છે. તેમની પાસે તો માણસાઈની અપેક્ષા પણ કરી શકાતી નથી. અફગાનિસ્તાનની મહિલાઓ ખૂબ મોટા સંકટમાં છે. એક ખાનગી ચેનલને આપેલ ઈન્ટરવ્યુમાં મુસ્કાને કહ્યું કે તે ડેડબોડી પર પણ બળાત્કાર કરે છે. છોકરી જીવતી છે કે મરી ગઈ તેમની તેમને પરવા નથી. આ લોકો પર કોઈ વિશ્વાસ ન કરી શકાય. તેઓ ઉઠાવીને લઈ જાય છે અથવા તો પછી માથામાં ગોળી મારી દે છે. તેણે આગળ કહ્યું કે તે લોકો ઈચ્છે છે કે તેમને દરેક ઘરમાંથી એક છોકરી મળે. તેઓ 10-12 વર્ષની છોકરીઓને પણ ઉપાડીને લઈ જાય છે. તેઓ મીડિયા સમક્ષ ખોટું બોલી રહ્યા છે કે અમે બદલાઈ ગયા છીએ. આ માત્ર એક બનાવટીપણુ છે. તે છોકરીઓને દવાઓ આપતા હતા, બેહોશ કરતા પછી તેને પોતાના તાબુતમાં રાખતા અને ડેડબોડીને પાકિસ્તાન તરફ લઈ જતા. આ પહેલા એવું જણાવાયું હતું કે તાલિબાન આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં તેમના કબજા હેઠળના વિસ્તારોના મૌલવીઓ પાસેથી 12 વર્ષથી વધુની તમામ છોકરીઓનુ લિસ્ટ માંગ્યુ હતુ. તાલિબાનીઓનું કહેવું છે કે તેઓ ઇચ્છે છે કે આ છોકરીઓ તેમના આતંકવાદીઓ સાથે લગ્ન કરે. પરંતુ હકીકત તો એ છે કે તેઓ આ છોકરીઓને પોતાની ગુલામ તરીકે રાખવા માંગે છે અને જેથી તેઓ જ્યારે પણ ઇચ્છે ત્યારે છોકરીઓ સાથે શારીરિક સંબંધ બનાવી શકે.

(5:17 pm IST)