Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

અફઘાનિસ્તાન પર કબ્જો કરવા તાલિબાનને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ દ્વારા ટેકો પૂરો પાડવામાં આવતો હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકાના સંસદ સભ્ય દ્વારા એવો ચોંકાવનારો આરોપ મુકવામાં આવ્યો છે કે અફઘાનિસ્તાન પર કબજો કરવા માટે તાલિબાનને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ દ્વારા સૌથી મોટો ટેકો પૂરો પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની એજન્સીઓનો ખૂબ જ મહત્વનો રોલ તેમાં રહ્યો છે.

તેમણે એવો આરોપ પણ મૂક્યો છે કે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કરી લેવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં અધિકારીઓ દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી અને પાર્ટીઓ કરવામાં આવી હતી. તાલિબાનને ઊભું કરવામાં પાકિસ્તાન નો મોટો હાથ હોવાનું બહાર આવ્યું છે તેવો દાવો એમણે કર્યો છે માટે પાકિસ્તાનની નકારાત્મક ભૂમિકા ની વિશ્વ આખાને ગંભીર નોંધ લેવી જોઈએ. તાલિબાનને પાકિસ્તાન દ્વારા પહેલાથી જ સમર્થન પૂરું પાડવામાં આવ્યું છે અને ખાસ કરીને અફઘાનિસ્તાન પર કબ્જો કરવા માટે ગુપ્તચર એજન્સીઓ દ્વારા તાલિબાનને કેટલીક મહત્વ ની માહિતી પુરી પાડવામાં આવી હતી. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ની સામે આક્રમણ શરૂ કરવામાં આવ્યું તે પહેલા જ પાકિસ્તાન અને ચીન દ્વારા તાલિબાની પ્રશંસા કરવામાં આવી રહી હતી અને તેમને દરેક જાતનો ટેકો આપવામાં આવી રહ્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રી પણ અફઘાનિસ્તાન ની મુલાકાત માટે ગયા છે અને આ બધી વાતો સંકેત સમાન છે.

(5:17 pm IST)