Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

અફઘા નિસ્તાનના જુદા જુદા પ્રનતમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલ હવાઈ હુમલામાં પાંચ તાલિબાન આતંકવાદીઓના મોત

નવી દિલ્હી: છેલ્લા ત્રણ દિવસમાં અફઘાનિસ્તાનના જુદા જુદા પ્રાંતોમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા પાંચ તાલિબાન આતંકવાદીઓ માર્યા ગયા છે. એક સ્થાનિક પત્રકારના જણાવ્યા અનુસાર, તેને વિવિધ અફઘાન અધિકારીઓ પાસેથી આ માહિતી મળી. અફઘાન પત્રકાર બિલાલ સરવારી દ્વારા શ્રેણીબદ્ધ ટવીટનો દાવો કરવામાં આવ્યો હતો કે યુએસ સૈન્ય દળોએ તાલિબાનને નિશાન બનાવીને હવાઇ હુમલો કર્યો હતો.

સરવરીએ ટ્વિટ કર્યું છે કે છેલ્લા 52 કલાકમાં યુએસ એરફોર્સ અફઘાનિસ્તાનના અનેક પ્રાંતોમાં સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. હેલમાનના ગારમાસિર જિલ્લામાં તાલિબાનના વાહનને નિશાન બનાવી નાશ કરવામાં આવ્યો છે. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે તાલિબાન દ્વારા યુએસ અને નાટો સૈન્ય વચ્ચે અફઘાનિસ્તાન છોડતા અફઘાન સંરક્ષણ દળો સાથે ઉગ્ર યુદ્ધ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત શાહ વાલી કોટ જિલ્લામાં યુએસના બે હવાઈ હુમલો થયા હતા. આમાં તાલિબાનના દસ સશસ્ત્ર લાઇટ સૈન્ય ટ્રકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ગત બુધવારે યુએસ સંરક્ષણ સચિવ લોઇડ ઓસ્ટિને કહ્યું હતું કે યુએસ સૈન્યનું ધ્યાન અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી વાતાવરણ બનાવવાનું છે. તાલિબાન સિવાય અમેરિકા અફઘાનિસ્તાનમાં અલ કાયદા પર પણ નજર રાખશે.

 

(4:49 pm IST)