Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

ફેશિયલ કરાવ્યા બાદ ભૂલથી પણ આ કામ ન કરવું જોઈએ નહિ તો થઇ શકે છે આ સમસ્યા

નવી દિલ્હી: ઘણાં લોકો પોતાની સ્કિનની રેગ્યુલર કાળજી લેતા હોય છે, પાર્લરમાં જઇને કે ઘરે ફેશિયલ કરાવતા હોય છે. ફેશિયલ કરાવવાથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે અને ચહેરાનો ગ્લો વધે છે. પરંતુ શું તમે જાણો છો કે, ફેશિયલ કરાવ્યા બાદ તમારે કેટલીક બાબતોને ભૂલવી ન જોઈએ. આમ કરવાથી તમારા ચહેરા પર પિમ્પલ્સ, ફોલ્લીઓ અને એલર્જી થઈ શકે છે. ફેશિયલ પછી ત્વચા નરમ અને ચમકદાર બને છે. જો આ ચમક જાળવી રાખવી હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ફેશિયલ કર્યા પછી 24 કલાક સુધી તમારા ચહેરાને સાબુથી ધોવા જોઈએ નહીં, તેનાથી એલર્જી થઈ શકે છે. આ સિવાય તમારે ફેશિયલ પછી ઓછામાં ઓછા 12 કલાક સુધી મેકઅપ ન કરવો જોઈએ. તમારે ફેશિયલ પછી 5 થી 6 કલાક સૂર્યપ્રકાશમાં આવવાનું ટાળવું જોઈએ, ફેશિયલ પછી 24 કલાક સુધી થ્રેડીંગ કે વેક્સ ન કરાવો.  આ સિવાય તમારા ફેસ પર ગરમ પાણી ન લગાવવુ. આ બધા સિવાય તમારે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. આ માટે તમારે પૂરતી ઊંઘ લેવી જોઈએ, દિવસભરમાં 7 થી 8 ગ્લાસ પાણી પીવું જોઈએ, સ્વસ્થ અને સંતુલિત આહાર લેવો જોઈએ અને તણાવ ઓછો કરવો જોઈએ. ફેશિયલ કરાવ્યા પછી ભૂલથી પણ આ વસ્તુઓ ન કરો, નહીં તો ત્વચાની સમસ્યા થઈ શકે છે.

 

(6:31 pm IST)