Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

લાકડામાંથી ૩પ૦ મીટરનો ટાવર બનશે જપાનમાં

જપાનમાં લાકડામાંથી ૩પ૦ મીટરનો ટાવર બાંધવામાં આવશે જે ર૦૪૧માં પુર્ણપણે બંધાઇ જશે. આ પ્રકારનો આ વિશ્વનો સૌથી મોટો ટાવર બની રહેશે. હાલમાં કેનેડામાં પ૩ મીટર ઉંચો લાકડામાંથી બનેલો ટાવર છે. જેમાં સ્ટુડન્ટસ રહે છે.૩પ૦ મીટર ઉંચા લાકડાના ટાવરમાં ૯૦ ટકા લાકડુ અને ૧૦ ટકા સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે. એની આસપાસ ગ્રીનરી રાખવામાં આવશે. જેથી એમાં આગ લાગે તો ઝડપથી પ્રસરી શકે નહી.

 

(11:34 am IST)