Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સાથળ પર વધુ ચરબી ધરાવનારા લોકોને થાય છે વિશિષ્ટ ફાયદો

ઘણી વાર આખુ શરીર પાતળુ હોય તેવા લોકોને પણ સાથળ પર ઘણા ચરબીના થર હોય છે અને આ કારણે લોકો સંકોચાતા પણ હોય છે. પરંતુ તાજેતરમાં જ અલહાબાદની શ્રી ગંગારામ હોસ્પિટલમાં જે રિસર્ચ થયું છે તે જાણીને તમે સાથળ પર જામેલી ચરબી અંગે ચિંતા કરવાનું છોડી દેશો.

૧૦૫૫ દર્દીઓ પર માર્ચ ૨૦૧૩દ્મક સપ્ટેમ્બર ૨૦૧૬ દરમિયાન થયેલા સંશોધન મુજબ જે દર્દીઓને સાથળ પર વધારે ચરબી હોય તેમને ડાયાબિટીસ થવાની શકયતા ઘટી જાય છે. આ અભ્યાસનો આશય ડાયાબિટીસના નિદાન પાછળ થતા ખર્ચને ઘટાડવાનું હતું.

તાજેતરમાં જ આ સંશોધનના તારણો ઈન્ડિયન જર્નલ ઓફ એન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમમાં પબ્લિશ થયા હતા. તેમના સંશોધન મુજબ જો સાથળનો ઘેરાવો વધારે હોય તો તેના પરથી ડાયાબિટીસનું નિદાન થઈ શકે છે. અભ્યાસ મુજબ પેટ અને સાથળ બંને વધારે હોય તો ડાયાબિટીસ થવાની શકયતા વધારે રહે છે પરંતુ જો કમર પાતળી હોય અને થાઈઝ વધારે હોય તો તેવા સંજોગોમાં ડાયાબિટીસનું જોખમ ઘટી જાય છે.

ઉલ્લેખનીય છે કે ડાયાબિટીસનું પ્રમાણ આખી દુનિયામાં ચિંતાજનક હદે વધી રહ્યું છે. ડાયાબીટિસનું નિદાન અને ટ્રીટમેન્ટ ખાસ ઉપયોગમાં નથી આવતું. આથી સંશોધકો એવા સ્ક્રીનિંગ ટેસ્ટ શોધી રહ્યા છે જેથી ઓછા ખર્ચે ડાયાબિટીસ છે કે નહિ તે ખબર પડી જાય. આ રિસર્ચના કો ઓથર તથા સિનિયર કન્સલ્ટન્ટ ડો. અતુલ કાકરે જણાવ્યું, આપણા એશિયન્સમાં પેટ મોટા અને સાથળ પાતળા હોય છે. આપણે પેટના ભાગમાં વધારે પડતી ચરબી હોય છે જેથી આપણને ડાયાબીટિસ થવાની શકયતા વધારે છે.

સંશોધનમાં માલુમ પડ્યું કે ડાયાબિટીસના દર્દીઓનો કમરનો દ્યેરાવો ડાયાબિટીસ ન હોય તેવા લોકો કરતા વધારે હોય છે. તેમના સાથળનો દ્યેરાવો ડાયાબિટીસ ન હોય તેવા લોકો કરતા ઓછો હોય છે. સંશોધકોના જણાવ્યા મુજબ આ રીત દર્દીને ડાયાબિટીસ છે કે નહિં તેનો અંદાજો લગાવવાની સૌથી સરળ રીત છે.

(11:21 am IST)