Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

તુર્કીમાં બસ ઝાડ સાથે અથડાતા 11 મોતને ભેટ્યા: 46ને ઇજા

નવી દિલ્હી: તુર્કીમાં એક બસ ઝાડ સાથે અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 11 લોકો મોતને ભેટ્યા છે અને અન્ય 46 લોકોને ઇજા પહોંચી છે મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે બસ તુર્કીની રાજધાની અંકારાથી પશ્ચિમી શહેર બુર્સા જઈ રહી હતી જે સમય દરમિયાન આ ઘટના બની અને તેમાં 11 લોકો મોતને ભેટ્યા છે હજુ સુધી એ ખ્યાલ નથી આવ્યો કે મૃતકમાં કેટલા બાળકોનો સમાવેશ થાય છે.ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(7:11 pm IST)