Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ઇજિપ્તમાં એક શખ્સના પેટમાંથી 6 મહિના બાદ નીકળ્યો મોબાઈલ

નવીદિલ્હી: દુનિયામાં અનેક વિચિત્ર ઘટનાઓ રોજ આકાર લે છે અને તેના કારણે રમૂજ સર્જાય છે. ઈજિપ્તમાં એક વ્યક્તિ 6 મહિના પહેલા અસમય રીતે મોબાઈલ ફોન ગળી ગયો હતો અને તે શરમના કારણે બીજા કોઈને આ વાત કરી શક્યો ન હતો અને તે વિચારતો હતો કે મોબાઈલ ફોન નેચરલી શરીરની બહાર નીકળી જશે પરંતુ આવું થઈ શક્યું નહિ. પેટમાં દુખાવાની ફરિયાદ સાથે ડોક્ટરને મળવા પહોંચેલા પેશન્ટના પેટનો એક્સરે જોઈને ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા અને પેશન્ટને તે વિશે વાત કરી હતી. ત્યારે પેશન્ટે કહ્યું હતું કે, 'તે 6 મહિના પહેલા ફોન ગળી ગયો હતો અને તેને હતું કે નેચરલી ફોન શરીરની બહાર નીકળી જશે.' પરંતુ ફોન 6 મહિનાથી શરીરમાં જ હતો. આ બાદ, ડોક્ટરની ટીમે આ પેશન્ટનું ઓપરેશન કર્યું હતું અને તેના પેટમાંથી ફોનને બહાર કાઢ્યો હતો. સદનસીબે પેશન્ટના શરીરના બાકીના ભાગમાં કોઈપણ પ્રકારનું નુકસાન કે ઈજા પહોંચી ન હતી.દુનિયાભરમાં અવારનવાર આવા વિચિત્ર કેસ સામે આવતા રહે છે અને તે સૌને આશ્ચર્યમાં મૂકી દે છે. આ પહેલા પણ ચાર્જર, પેન્સિલ સેલ જેવી અનેક વસ્તુ રમતમાં કે અકુદરતી રીતે મોઢામાં નાખવાથી શરીરમાં પ્રવેશી હોય તેવી અસામાન્ય ઘટના સામે આવી ચૂકી છે.

(6:07 pm IST)