Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ફાઈઝર વેક્સીન લીધા બાદ 16 વર્ષીય કિશોરને હાર્ટએટેક આવતા દોઢ કરોડનું વળતર આપવાની સરકારની જાહેરાત

નવી દિલ્હી: સિંગાપોરમાં એક ૧૬ વર્ષના છોકરાએ ફાઈઝર વેક્સિન લીધી હતી. એના છ-સાત દિવસ પછી તેને હાર્ટએટેક આવ્યો હતો. હવે એ મુદ્દે સરકારે તેને દોઢ કરોડનું વળતર આપવાની જાહેરાત કરી હતી. સિંગાપોરમાં એક ૧૬ વર્ષના છોકરાએ ફાઈઝરની વેક્સિન લીધી હતી. ફાઈઝર લીધાના છ દિવસ પછી તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેને માયોકાર્ડિટીસની સમસ્યા થઈ હતી. માયોકાર્ડિટીસની સમસ્યા કોવિડ વેક્સિન પછી ઘણાં કિસ્સામાં થતી હોય છે. એ છોકરાને માયોકાર્ડિટીસના કારણે જ હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવ્યા પછી તેને સારવાર અપાઈ હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને તે સિવાય પણ શરીરમાં ઘણાં વિચિત્ર લક્ષણો જોવા મળ્યા હતા. જોકે, હવે તેની તબિયત હવે સ્થિર હોવાનું પણ સિંગાપોરના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું હતું. સિંગાપોરના હેલ્થ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે વેક્સિનની આડઅસરના કારણે જે છોકરાને હાર્ટ એટેક આવ્યો તેને સરકાર વેક્સિન ઈંજરી ફાઈનાન્શિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ અંતર્ગત ૨. ૨૫ લાખ ડોલર એટલે કે અંદાજે દોઢ કરોડ રૃપિયાનું વળતર ચૂકવશે.

 

(4:55 pm IST)