Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એજન્સીનાં વડાએ ભુખમરાને લઈને ચેતવણી આપી હોવાની માહિતી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એજન્સીનાં વડાએ જણાવ્યું હતું કે દેશમાં તાલિબાનોનું શાસન આવવાના પગલે ૧.૪ કરોડથી વધુ લોકો પર ભૂખમરાની સ્થિતિનો સામનો કરવો પડે તેવી માનવીય કટોકટી સર્જાઈ છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ડિરેક્ટર મેરી એલન મેકગ્રોઅર્ટીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં સંઘર્ષ વચ્ચે દેશ છેલ્લા ત્રણ વર્ષથી બીજા ભયાનક દુષ્કાળનો સામનો કરી રહ્યો છે અને કોરોના મહામારીની સામાજિક અને આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી છે. દુષ્કાળના કારણે ૪૦ ટકા પાકનો નાશ થયો છે અને હજારો લોકોએ આજીવિકા ગુમાવી છે. તાલિબાનોના બળવાના કારણે લાખો લોકો વિસ્થાપિત થઈ ગયા છે. મેકગ્રોઅર્ટીએ અફઘાનિસ્તાન માટે ૨૦ કરોડ યુએસ ડોલરના દાનની જરૂર હોવાનું જણાવ્યું હતું.

 

(4:54 pm IST)