Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

અમેરિકામાં ફરીથી કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળતા લોકોને આપવામાં આવશે બુસ્ટર ડોઝ

નવી દિલ્હી: અમેરિકામાં ફરીથી કોરોનાવાયરસ મહામારી ની પરિસ્થિતિ વધારે ગંભીર બની ગઇ છે અને ડેલ્ટા વેરિઅન્ટ ને પગલે રોજ એક લાખથી વધુ કેસ આવી રહ્યા છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦૦ થી વધુ દર્દીઓ ના મૃત્યુ થઇ ગયા છે ત્યારે લોકોને બચાવવા માટે અમેરિકા દ્વારા નવેસરથી રોડમેપ બનાવવામાં આવ્યું છે. અમેરિકાના પ્રમુખ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે લોકોને બચાવવા માટે સપ્ટેમ્બર માસ થી રસીનો બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી દેવામાં આવશે અને મફતમાં રસી પૂરી પાડવામાં આવશે. અમેરિકામાં ફરીથી લોકોમાં દહેશત ફેલાઇ ગઇ છે અને હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. અમેરિકી જનતાને ૨૦મી સપ્ટેમ્બરથી બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવા માટે તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને આ પહેલા પણ આરોગ્ય નિષ્ણાંતો દ્વારા અમેરિકાને એવી ભલામણ કરવામાં આવી હતી કે જનતાને બુસ્ટર ડોઝ આપવો જ પડશે.

 

 

(4:54 pm IST)