Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

વિદેશી સેનાની મદદ કરવા બદલ અફઘાનિસ્તાનમાં તાલિબાને લોકોને માર મારવામાં આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલીબાને એ લોકોની તલાશી અને હત્યાનું અભિયાન શરૂ કરી દીધું છે જે લોકો અમેરિકા અને નાટોની સેનાઓ માટે કામ કરી રહ્યા હતા અને તાલીબાનને નુકસાન પહોંચાડી રહ્યા હતા. અહેવાલ અનુસાર આવા લોકોની તલાશ રાજધાની કાબૂલ સહિત તમામ શહેરોમાં કરવામાં આવી રહી છે. આ વાત સંયુક્ત રાષ્ટ્રને મળી આાવેલા ખાનગી દસ્તાવેજમાં કરાઈ છે. તાલીબાનન નિશાન પર પ્રદર્શન કરી રહેલા સામાન્ય લોકો પણ આવી ગયા છે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે પૂર્વ પ્રાંત કુનારની રાજધાની અસાદાબાદમાં એક રેલી દરમિયાન અનેક લોકો માર્યા ગયા છે. દસ્તાવેજમાં જણાવાયું છે કે 2001થી 2021 વચ્ચે મોટી સંખ્યામાં અફઘાની લોકોએ અફઘાનિસ્તાાનમાં અમેરિકા અને સહયોગી દેશોની સેનાઓનો સાથ આપ્યો હતો. આ લોકોમાં અફઘાની સેના, પોલીસ અને ગુપ્તચર વિભાગના લોકો હતા. હવે તેમાંથી મોટાભાગના ગાયબ થઈ ગયા છે. દેશના 90% વિસ્તારમાં પગ જમાવી ચૂકેલા તાલીબાનીઓ હવે ગાયબ લોકોની તલાશ કરી રહ્યા છે. આ લોકોના ઘરમાં દરોડા પાડીને પરિવારના લોકોને ધમકાવાઈ રહ્યા છે.

 

(4:53 pm IST)