Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

સિંગાપોરમાં માસ્ક ન પહેરનાર એક શખ્સને 6 અઠવાડિયા માટે જેલમાં મોકલી આપવાનો અદાલતનો હુકમ

નવી દિલ્હી: છેલ્લા દોઢ વર્ષથી ઉપરના સમયથી કોરોનાની મહામારીએ આખી દુનિયામાં હાહાકાર મચાવીને રાખ્યો છે. આ અંગેન દરકે દેશાં કડક નિયમો પણ લાગુ છે. તેવી જ રીતે કોરોનાની વેક્સીન આવી ગયા પછી પણ હજુ સિંગાપોરમાં કોરોનાને લઈને કોઈ બેદરકારી ત્યાંની સરકાર દાખવી નથી રહી છે. જેનો એક ઘટના પરથી ખ્યાલ આવી શકે છે. અહીંની એક સ્થાનિક કોર્ટે એક બ્રિટિશ નાગરિકને જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદલ 6 અઠવાડિયા માટે જેલમાં મોકલી આપ્યો છે.

કોર્ટે પોતાનો આદેશ આપતા કહ્યું છે કે, નિયમ અને કાયદાનું સતત ઉલ્લંઘન કરનારા માટે આ સજા એક મેસેજ છે. લોકલ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ બ્રિટિશ નાગરિકનું નામ બેન્જામિન લિન છે અને તેની ઉંમર 40 વર્ષની છે. આ વ્યક્તિ સતત માસ્ક વગર જાહેર સ્થળોએ જોવા મળ્યો હતો. આ અંગે તેને ઘણી વખત વોર્નિંગ પણ આપવામાં આવી હતી. પરંતુ તેમછત્તાં તેણે માસ્ક ન પહેરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસે લિન પર ચાર આરોપો લગાવ્યા હતા, જે કોર્ટમાં સુનાવણી દરમિયાન સાચા સાબિત થયા હતા.

(4:52 pm IST)