Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

૨.૯૪ કિલોનું બર્ગર માત્ર ૪ જ મિનિટમાં ઝાપટી ગયો આ શખ્સઃ વીડિયો જોઇ દંગ રહી જશો

ન્યુયોર્ક, તા.૨૦: તમે ખાવાના શોખીનો તો ઘણાં જોયા હશે પરંતુ આજે અમે તમને એક એવા વ્યકિત વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જે ફકત ૪ મિનિટ અને ૨૦ સેકેન્ડના રેકોર્ડ ટાઇમમાં ૨૦ હજાર કેલરીનું બર્ગર ચટ કરી ગયો. મેટ સ્ટોની octuple bypass Challengeમાં ભાગ લેવા માટે લાસ વેગાસમાં આવેલ રેસ્ટોરન્ટ Heart Attack Grill ગયો હતો. આ બર્ગરમાં ૪૦ બેકન સ્લાઇસ (ડુક્કરનું માંસ), ૮.૫ પેટીસ, ૧૬ ચીઝ સ્લાઇ, એક આખી ડુંગળી, બે ટામેટા, મરચા અને બન્સ હતાં. આ બર્ગરનો વજન ૨.૯૪ કિલોગ્રામ હતો.

octuple bypass બર્ગરની કિંમત ૨૪.૦૨ ડોલર છે અને તેણે ૪૦ બેકન સ્લાઇસ માટે વધારાના ૭.૩૯ ડોલર ચુકવવા પડ્યાં હતાં. બર્ગરના સ્વાદનો આનંદ માણતા મેટનો વીડિયો માત્ર ચાર મિનિટમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. આ વીડિયોમાં ફેમસ કોમ્પીટીટીવ ઇટર બર્ગરને ત્રણ ભાગમાં વહેચતો જોવા મળે છે. તે બાદ જોતજોતામાં તેણે વચ્ચે વચ્ચે પાણીના દ્યૂંટડા પીતા આ બર્ગર ખતમ કરી નાંખ્યું.

આ બર્ગર પૂરૂ કરવામાં તેને ૪ મિનિટ અને ૧૦ સેકેન્ડનો સમય લાગ્યો હતો અને જજે ઘોષણા કરી દીધી કે મેટે આ ચેલેન્જ પૂરી કરી છે. આ રેકોર્ડ ૨૬ જુલાઇના રોજ સ્થાપવામાં આવ્યો હતો.

બર્ગર પૂરુ કરવાનો આ પહેલાનો રેકોર્ડ ૭ મિનિટ અને ૪૨ સેકેન્ડનો હતો. આ રેકોર્ડ કોમ્પિટિટિવ ઇટર મિકિ સુડોએ સેટ કર્યો હતો જે ગ્રીલનો એમ્પ્લોયી પણ હતો. મેટ એ Major League Eatingમાં ચોથા નંબરનો કોમ્પિટિટિવ ઇટર છે. તેણે ૨૦૧૫માં Nathan’s Hot Dog Eating Contest જીતી હતી.

(3:39 pm IST)