Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ઉંઘમાં બબડવાની ટેવ યુવકને ભારે પડી : મોઢામાંથી નીકળી ગયો એક શબ્દ અને દગાબાજ બોયફ્રેન્ડની ખુલી ગઈ પોલ!

ન્યુયોર્ક,તા. ૨૦: સમાન્ય રીતે કેટલાક લોકેને ઊંઘમાં બબડવાની આદત હોય છે પરંતુ ઊંઘમાં બોલવાની આદતથી આજુ બાજુમાં ઊંઘતા લોકેને થોડી ઊંઘ બગડતી હોય છે પરંતુ ઊંઘમાં બબડવાના કારણે મોટી મુશ્કેલીઓ ઊભી થાય એવી ઘટના તાજેતરમાં અમેરિકામાં બની હતી. આવી જ આદતના કારણે એક વ્યકિતએ ગર્લફ્રેન્ડ સામે પોતાની પોલ ખોલી નાખી હતી. જોકે ગર્લફ્રેન્ડને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે, તેના સાથે ચીટ થઈ રહ્યું છે. પરંતુ જયારે તેણે જાસૂસી કરવાની શરૂ કરી ત્યારે ખૂબ ચોંકાવનારૂ સત્ય સામે આવ્યું હતું.

અમેરિકાના એરિઝોનાની રહેવાસી ટિકટોક યુઝર બેલી હંટરે વીડિયો કિલપ શેર કરીને જણાવ્યું કે, કઈ રીતે તેણે પોતાના બોયફ્રેન્ડની ચીટિંગ પકડી. તેના કહેવા પ્રમાણે તેને પહેલી વખત શંકા ત્યારે થઈ જયારે તે ઊંઘમાં કશું બબડી રહ્યો હતો પરંતુ તે તેની વાત સમજી નહોતી શકતી.

જયારે તેણે નજીક જઈને ધ્યાનથી સાંભળ્યું તો તે ઊંઘમાં કોઈ મહિલાનું નામ લઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તે ખૂબ વિચિત્ર ઘટના હતી પરંતુ આ રીતે કોઈ મહિલાનું નામ લે તે તેને સમજાયું નહીં. ત્યાર બાદ તેણે ફેસબુક પર તે મહિલાનું નામ સર્ચ કર્યું તો જાણવા મળ્યું કે, તેનો બોયફ્રેન્ડ જે મહિલાનું નામ લઈ રહ્યો હતો તે પરીણિત હતી અને તેને બાળકો પણ છે. સવારે તેણે બોયફ્રેન્ડને તે મહિલા વિશે સવાલ કર્યો હતો.

જાવબમાં બોયફ્રેન્ડે તેને તે મહિલા તેના સાથે હાઈસ્કુલમાં ભણતી હતી અને તે તેને ઓળખે છે પરંતુ તેનાથી વધુ કાંઈ ઓળખાણ નથી તેમ કહ્યું હતું. જોકે, બેલીને તે વાત પર વિશ્વાસ ન બેઠો જેથી તેણે જાસૂસી શરૂ કરી દીધી હતી. જયારે બેલીએ તે મહિલાને મેસેજ કરીને પોતાના બોયફ્રેન્ડ સાથે વાત કરી હતી તેમ પુછ્યું તો તેણે જવાબમાં પોતાના કામથી મતલબ રાખ તેવી સલાહ આપી દીધી હતી.

ત્યાર બાદ બોયફ્રેન્ડના ફોનની કોલ ડિટેઈલ્સ તપાસી તો એક નંબર પર ૪૫ મિનિટ વાત થયેલી હતી. જયારે બોયફ્રેન્ડને પુછ્યું તો તેણે પોતે વાત નથી કરી કદાચ કંપનીએ ભૂલથી કોલ ડિટેઈલ્સ તેના બિલમાં જોડી દીધી તેમ કહ્યું હતું. જોકે બોયફ્રેન્ડની બધી ચાલાકી નકામી રહી અને બેલીએ આખરે તેના સાથે બ્રેકઅપ કરી લીધું.

બોયફ્રેન્ડના ફોનની કોલ ડિટેઈલ્સ તપાસી તો એક નંબર પર ૪૫ મિનિટ વાત થયેલી હતી. જયારે બોયફ્રેન્ડને પુછ્યું તો તેણે પોતે વાત નથી કરી કદાચ કંપનીએ ભૂલથી કોલ ડિટેઈલ્સ તેના બિલમાં જોડી દીધી તેમ કહ્યું હતું.

(10:14 am IST)