Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ટેરાકોટા યોદ્ધાની મૂર્તિના અંગુઠાની ચોરી કરનાર માટે ચીને કરી આકરી સજાની માંગણી

નવી દિલ્હી: ચીનના અધિકારીએ અમેરિકામાં પ્રદર્શન દરમિયાન કહેવાતી રીતે એક ટેરાકોટા પ્રતિમાનો અંગુઠાની ચોરી કરનાર એક શખ્સ માટે આકરામાં આકરી સજાની માંગણી કરી છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 2000 વર્ષ જૂની 4.5 મિલિયન ડોલરની કિંમત વળી આ મૂર્તિ એ 10 મૂર્તિઓ પૈકીની એક છે જે ફિલાડેલીફ્યાના ફ્રેક્લીન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રદર્શિત કરવા માટે પસંદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે 24 વર્ષીય માઈકલ રોહાના નામના એક વ્યક્તિએ ટેરાકોટા યોદ્ધાની પ્રતિમાનો અંગુઠો ચોરી કર્યો હોવાનો આરોપ તેમના પર લાગ્યો જેના માટે તેને કઠોર સજા મળે તેવી ચીનના અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.

(6:53 pm IST)