Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ઇંડોનેશિયામાં આકાશમાંથી પડ્યું કંઈક એવું કે આ શખ્સ રાતોરાત કરોડપતિ બની ગયો

નવી દિલ્હી: ક્યારેક કોઈના મોઢામાં બગાસુ ખાતા પતાસું આવી જાય. તો ક્યારેક કોઈને મોટી રકમની લોટરી લાગી જાય છે. નસીબનું પાંદડું ક્યારે ખસી જાય અને વ્યક્તિ માલામાલ થઈ જાય એ કોઈ નક્કી ચોઘડિયા નથી હોતા. રાતોરાત સ્ટારની જેમ વ્યક્તિ ચમકી જાય છે. જેના કારણે એનું જીવનધોરણ પણ બદલી જાય છે. કાળી મજૂરીમાંથી વ્યક્તિ સ્માર્ટવર્ક કરીને મહેનત કરતો થઈ જાય છે. આવી જ એક ઘટના બની છે ઈન્ડોનેશિયામાંથી. કહેવાય છે ને કે, દેનેવાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે. કહેવત ઈન્ડોનેશિયાના યુવક જોસુઆ માટે ખરી સાબિત થઈ છે. જોસુઆ હુતાગલંગુ તાબુત બનાવવાનું કામ કરે છે. પણ તે ગણતરીની મિનિટમાં કરોડપતિ બની ગયો હતો. 33 વર્ષનો જોસુઆ પોતના ઘરમાં એક દિવસ જ્યારે તે કામ કરી રહ્યો હતો ત્યારે ઘરમાં આકાશમાંથી એક એવી વસ્તુ પડી કે, તે રૂ.10 કરોડનો માલિક બની ગયો.

(6:07 pm IST)