Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

આ ગામમાં 500 વર્ષ પહેલા વાસ્તવિક બિટકોઈન ચાલતો હોવાની માહિતી

નવી દિલ્હી: આજકાલ લોકો બિટકોઈનમાં રોકાણ કરી રહ્યા છે. કેટલાક લોકોને તેમાં ઘણો ફાયદો પણ થાય છે, તો બીજીબાજુ કેટલાક લોકોને નુકસાન પણ થાય છે. પરંતુ વિશ્વમાં એક એવું સ્થળ પણ છે, જ્યાં 500 વર્ષ પહેલાં વાસ્તવિક બિટકોઈન ચાલતો હતો. સ્થળ પર બિટકોઈનને સંપત્તિની સમૃદ્ધિ દર્શાવવાની રીત માનવામાં આવતી હતી. બિટકોઈન તે દેશની ચલણ પદ્ધતિ હતી. એક ગોળાકાર કાણાંવાળા પત્થરોના બદલામાં દેશના લોકોને ખોરાક માટેનું રાશન સહિત જરૂરિયાતની વસ્તુઓ મળતી હતી. લગ્ન પ્રસંગે ગોળાકાર પત્થરોની લેણ-દેણ થતી હતી. સંઘર્ષ, રાજકીય સમજૂતીઓ તથા વંશાનુગત સંપત્તિમાં આપવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

ડોનટની જેમ દેખાતી ધનરાશિ ગોળ કાણાંવાળા ગોળ પત્થર છે. પત્થર પશ્ચિમી માઈક્રોનેસિયાના યાપ દ્વીપ પર ચલણ પેટે ચાલતા હતા. ચૂનાનાં પત્થરમાંથી પીસ કરીને બનાવવામાં આવેલા સ્ટોનને રાઈ સ્ટોન પત્થરના નામથી ઓળખવામાં આવતા હતા. મજાની વાત તો છે કે, એક પત્થર 12 ફૂટની ઊંચાઈ સુધીનો હોઈ શકે. કોઈપણ આકારનો હોઈ શકે છે. નાના બિસ્કિટથી માંડીને બળદ ગાડાનાં પૈડા જેટલા કદના હોય છે.

(6:42 pm IST)