Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ગૅસ્ટન બર્જર યુનિવર્સીટીમાં યુવતીનો ડ્રેસ પહેરી પરીક્ષા આપવા આવ્યો શખ્સ

નવી દિલ્હી: આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે, પ્રેમ અને યુદ્ધમાં બધું ચાલે. કહેવતને સત્ય બનાવતો એક કિસ્સો સામે આવ્યો છે. કિસ્સામાં બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડના કપડાં પહેરીને પરીક્ષા આપવા ગયો હતો. ગર્લફ્રેન્ડને ડર હતો કે તે પરીક્ષામાં પાસ થઈ શકશે નહિ એટલા માટે તેનો બોયફ્રેન્ડ છોકરી બની પરીક્ષા આપવા ગયો. શરૂઆતના દિવસોમાં તો ના પકડાયો, પરંતુ પરીક્ષાના ચોથા દિવસે તેની પોલ ખુલી ગઈ. ગેસ્ટન બર્જર યુનિવર્સિટીના વિદ્યાર્થી ખાદીમ મેકઅપ, હેડસ્કાર્ફ, બ્રા અને ઇયરિંગ્સ પહેરીને પરીક્ષા આપવા માટે આવતો હતા. કલાકોની સખત મહેનત પછી, છોકરી બની ખાદીમ પરીક્ષા આપી રહ્યો હતો. પરંતુ પરીક્ષાના અંતમાં કોઈને શક ગયોને તે પકડાયો.

ખાદીમની ગર્લફ્રેન્ડ ગંગુ ડીયોમને ડર હતો કે તે પરીક્ષા પાસ નહીં કરી શકે. પછી ખાદીમે એક યોજના બનાવી. તેને તેની ગર્લફ્રેન્ડના કપડાં પહેર્યા અને એક છોકરી બની ત્રણ દિવસ સુધી પરીક્ષા આપી. પરંતુ ચોથા દિવસે જયારે એક સુપરવાઈઝરને શક ગયોને તેને તાપસ કરી તો ખાદીમની ચોરી પકડાય ગઈ.

(6:40 pm IST)