Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

જાપાનમાં આર્થિક મોરચે સારી રિકવરી પ્રાપ્ત થઇ હોવાની માહિતી

નવી દિલ્હી:  જાપાનને આર્થિક મોરચે સારી રિકવરી પ્રાપ્ત થઇ છે. દેશનો વિદેશ વ્યાપાર ઝડપથી વધ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. જાપાનની સરકારે જણાવ્યું છે કે જુલાઈ 2021માં તેનાથી પાછલા વર્ષની સરખામણીએ નિકાસ 37 ટકા વધી છે. કોરોના વાયરસ મહામારીના પ્રકોપથી રાહત મળ્યા બાદ સમગ્ર વિશ્વમાં માંગ તેજ થઇ છે જેનો ફાયદો જાપાનને મળ્યો છે.

જાપાનના નાણા મંત્રાલયના આંકડા અનુસાર સમીક્ષા અવધિ દરમિયાન આયાતમાં 28.5 ટકાનો વધારો થયો છે.આમ વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યસ્થામાં સ્રર બીજા મહિને વ્યાપાર સરપ્લસની સ્થિતિ જોવા મળી છે. સત્તાવાર આંકડા અનુસાર જાપાનની નીલસ અમેરિકા,એશિયા અને યુરોપમાં વધી છે જયારે બ્રાઝીલ,બેલ્જીયમ અને કુવૈતથી આયાતમાં વધારો થયો છે.

(6:39 pm IST)