Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

વધુ પડતો દારૂ પિવડાવવા બદલ દારૂડિયાએ બિયરબાર સામે જ કેસ કર્યોઃ ૪૦ કરોડ રૂપિયાનો કેસ જીતી ગયો

ટેકસાસ, તા.૧૮: કોઈ દારૂડિયો પોતાને દારૂ સર્વ કરનાર રેસ્ટોરાંના માલિક સામે અજુગતી ફરિયાદ કરે અને એમાં કરોડો રૂપિયાનો કેસ જીતી જાય એ કેવું વિચિત્ર કહેવાય, ખરુંને? અમેરિકાના ટેકસસમાં ખરેખર આવું બન્યું છે.

ડેનિયલ રોલ્સ નામનો માણસે અગાઉ દ્યણી વાર દારૂ ઢીંચીને જાહેરમાં ધમાલ કરવા બદલ જેલની હવા ખાઈ ચૂકયો છે, પરંતુ આ કેસમાં એવું બન્યું કે 'લા ફોગેટા મેકિસકન ગ્રિલ્સ'નામના બિયરબારમાં ડેનિયલ ગયો ત્યારે ત્યાં એક માણસ સાથે તેનો ઝદ્યડો થયો. એ વખતે તેના ઓર્ડર મુજબ બાર-ટેન્ડરે ડેનિયલને દારૂ સર્વ કર્યો. ઝદ્યડો વધી ગયો અને ડેનિયલ અને પેલો માણસ મારામારી પર ઊતરી પડ્યા. બન્ને જણ પીધેલી હાલતમાં બહાર ગયા અને બહાર પણ તેમણે મારામારી કરી જેમાં ડેનિયલને ઈજા પહોંચી.હવે બન્યું એવું કે ડેનિયલે બિયરબાર સામે જ કેસ કર્યો હતો. ફરિયાદમાં ડેનિયલે કહ્યું કે 'હું નશાની હાલતમાં હતો એ માટે બિયરબાર અને એનો બાર-ટેન્ડર જવાબદાર કહેવાય. મને વધુપડતો દારૂ પીવા જ શા માટે દીધો? મારો કોઈની સાથે ઝદ્યડો થયો છતાં કેમ મને દારૂ પીરસવાનું ચાલુ રખાયું? પછીથી મારી લડાઈ પણ થઈ જેમાં મને ઈજા થઈ. મને હાઙ્ખસ્પિટલમાં લઈ જવા બિયરબારના માલિકે એમ્બ્યુલન્સની પણ કોઈ વ્યવસ્થા નહોતી કરી.

ડેનિયલની આ ફરિયાદો અને દલીલો બાદ બે વર્ષે અદાલતે ચુકાદો આપ્યો. બિયરબારનો માલિક એકેય વાર સુનાવણી માટે કોર્ટમાં ન આવતાં ચુકાદો ડેનિયલની તરફેણમાં ગયો, જેમાં અદાલતે બિયરબારના માલિકની લાપરવાહી અને તેની જવાબદારી ગણાવીને ડેનિયલને વળતર તરીકે પંચાવન લાખ ડોલર (અંદાજે ૪૦ કરોડ રૂપિયા) ચૂકવવાનો ફેંસલો આપ્યો છે.

(3:43 pm IST)