Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

અમેરિકામાં 20 વર્ષ પછી શરીર પર લાલ કલરના દાણા નીકળવાનો રોગ ફરીથી જોવા મળ્યો

નવી દિલ્હી: અમેરિકામાં 20 વર્ષના લાંબા ગાળા બાદ શરીર પર અને મોઢા ઉપર લાલ કલરના દાણા નીકળ વાનો રોગ ફરીથી દેખાયો છે અને ટેક્સાસ શહેરમાં એક દર્દી મળી આવ્યો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અમેરિકાના નિષ્ણાંતોએ કહ્યું છે કે આ રોગને મંકીપોકસ કહેવામાં આવે છે અને તે સામાન્ય રીતે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના દેશો માંથી આવે છે. જે દર્દીને આ રોગ લાગુ પડ્યો છે તે થોડા દિવસ પહેલાં જ નાઇજીરીયાથી અમેરિકા પાછા કર્યો હતો. અત્યારે આ દર્દીને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના ચહેરા ઉપર અને શરીર ઉપર લાલ કલરના દાણા થઈ ગયા છે. સામાન્ય રીતે ચિકનપોકસ જેવો જ વાયરલ રોગ હોય છે. તબીબોએ એમ કહ્યું છે કે શ્વાસોચ્છવાસની ક્રિયા મારફત પણ એક માનવીમાંથી બીજા માનવીમાં તે આસાનીથી ફેલાઇ શકે છે માટે ચિંતાનો વિષય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એમ કહ્યું છે કે સામાન્ય રીતે આ વાયરસ પ્રાણીઓમાં હોય છે પરંતુ જે માનવીમાં ઝડપથી આવી જાય છે અને ત્યારબાદ તેનું સંક્રમણ વધવા લાગે છે. તેના લક્ષણો પણ ફલૂ જેવા હોય છે અને દર્દીને સખત તાવ આવે છે.

(5:59 pm IST)