Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અફઘાનિસ્તાનનું સૈન્ય વિમાન ઉઝબેકિસ્તાનમાં ક્રેશ થયું હોવાની માહિતી

નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan)નું સૈન્ય વિમાન ઉઝ્બેકિસ્તાનમાં (Uzbekistan) ક્રેશ થઈ ગયું છે. આ વાતની જાણકારી મધ્ય એશિયાઈ દેશના રક્ષા મંત્રાલયે આપી છે. ઉઝ્બેકિસ્તાનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા બોખરોમ જુલ્ફીકારોવેએ સમાચાર એજન્સી AFP સાથે આ સમાચારની પુષ્ટી કરી છે.

તેમને કહ્યું કે સૈન્ય વિમાને ગેરકાયદેસર રીતે ઉઝ્બેકિસ્તાનની સરહદ પર કરી હતી. આ મામલે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટસ મુજબ આ ઘટના રવિવારે દક્ષિણી પ્રાંત સુરખોંડારિયોમાં થઈ છે. જેની સરહદ અફઘાનિસ્તાન સાથે જોડાય છે.

(6:42 pm IST)