Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે વ્યાયામ:પ્રદૂષણના જોખમોને પણ ઘટાડે છે

 

નવી દિલ્હી:સ્વસ્થ શરીર માટે વ્યાયામ અને શરીરને એક્ટિવ રાખવું ખુબજ જરૂરી છે. એક નવા સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પ્રદૂષણના પ્રભાવને ઓછો કરવામાં પણ વ્યાયામ ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. સ્વાસ્થ્ય સંબંધી આ સંશોધન કેનેડા મેડિકલ એસોસિએશન જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે. આ સંશોધનમાં સામે આવ્યું છે કે  પ્રદૂષણમાં પણ નિયમિત રીતે વ્યાયામ કરવાથી ખુબજ ફાયદો થાય છે સાથો સાથ શરીરને સ્વસ્થ રાખવાની સાથે મૃત્યુનો ભય પણ ઓછો રહે છે. કહેવાય રહ્યું છે કે પ્રાકૃતિક કારણોસર થતા મૃત્યુના જોખમ પર નિયમિત રીતે વ્યાયામ અને વાયુ મંડળમાં સૂક્ષ્મ કણોના લાંબા સમય સુધી પડનાર  પ્રભાવ શું હોય છે તે જાણી શકાય છે. આ સંશોધનમાં 3,84,130 લોકોને શામેલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વાતને રજૂ કરવામાં આવી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:42 pm IST)