Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

જાપાનમાં ભારે વરસાદના કારણોસર મોટી સંખ્યામાં લોકો બેઘર થયા:12 લાખને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા

 

નવી દિલ્હી: જાપાનમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરને કારણે ઘણા મકાનો ડૂબી ગયા હોવાના એહવાલ સામે આવી રહ્યાં છે. આ કારણે મોટીસંખ્યામાં લોકો બેઘર થયા છે. ભારે વરસાદને કારણે થયેલી તબાહીને જોતા જાપાન સરકારે ૪ દક્ષિણ-પશ્ચિમી પ્રદેશમાંથી ૧૨ લાખ લોકોને સુરક્ષિત બહાર કાઢવાનો આદેશ આપ્યો છે.

આ દરમિયાન ઘણા લોકો ગુમ હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યાં છે. અહીં સ્થિતિ સતત બગડી રહી છે. સતત વધી રહેલા જોખમને પગલે સરકાર એલર્ટ છે. સરકારે ૧ મહિલાના મોત અને ૨ લોકોના ગુમ હોવાની પૃષ્ટિ કરી છે. આ સાથે જ ફુકુઓકા, સાગા, નાગાસાકી અને હિરોશિમાના નાગરિકોને સલામત સ્થળે ખસેડવા સરકારે આદેશ કર્યો છે. ભારે વરસાદને કારણે નદીઓ જોખમી સ્તરની ઉપર વહી રહી છે. ૫ હજારથી વધુ ઘરોમાં વિજળી નથી. જ્યારે બુલેટ ટ્રેન સેવાઓને પણ મોટાપાયે અસર થઈ છે.

(6:41 pm IST)