Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

રોમાનિયાના એક ગામમાં પથ્થર જાતે જ બદલે છે પોતાનો આકાર !!!

નવી દિલ્હી, તા.૧૬: ઉંમર વધવાની સાથે માણસોના ચહેરા અને આકાર પણ બદલાઇ જાય છે. શું પથ્થરો સાથે પણ એવું થતું હશે? એક ગામમાં પથ્થરો પણ આકાર બદલે છે અને તેમાં જીવ છે તેવું માને છે. અહી એક બે નહી પરંતુ હજારો પથ્થર છે જેનો આકાર ઝડપથી બદલાઇ રહ્યો છે અને તેમનો વધતો આકાર અહી આવનારા ટુરિસ્ટ આ દ્રશ્યો જોઇને અચંબિત થઇ જાય છે.

સ્થાનીય લોકો પણ અહીનો આ નજારો જોઇને હેરાન છે. ટ્રાવેલ સાઇટ અનુસાર અહી આસપાસ રહેનારા લોકો પોતાના નાનપણથી જ આ ચમત્કાર જોઇ રહ્યાં છે. રોમાનિયા આવનારા ટુરિસ્ટ આ જગ્યાને જોવા માટે એક અલગ પ્લાન બનાવે છે પરંતુ તેને જોયા વગર જતા નથી. આ ગામ દૂર દૂર સુધી ફેમસ છે. 

આ પથ્થર વિશે જિયોલોજીસ્ટ કેટલીક વાર રિસર્ચ કરી ચૂકર્યા છે પરંતુ તેનો વધતો આકાર એક સોલ્વ ન થાય તેવી પઝલ બની ગઇ છે. આ ગામના લોકોનું કહેવું છે કે પાણીના સંપર્કમાં આવ્યા બાદ તેના આકારમાં સતત બદલાવ આવી રહ્યાં છે. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે વરસાદના સમયે આ પથ્થર વધી જાય છે અને પાણીમાં સોલ્ટની માત્રા વધી જાય છે એટલે આવું થાય છે પરંતુ હજુ સુધી તેનું કોઇ પ્રમાણ મળ્યું નથી.

(3:30 pm IST)