Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

બગદાદમાં ડબલ ફિદાયીન હુમલામાં ૩૮થી વધુનાં મોત, ૧૦૫ ઘાયલ

વોશિંગ્ટન તા. ૧૬ : મધ્ય બગદાદમાં ભરચક બજારમાં બે આત્મઘાતી બોમ્બરોએ એક પછી એક કરેલા વિસ્ફોટમાં ૩૮થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી ઇરાકી સ્વાસ્થ્ય વિભાગ અને પોલીસ અધિકારીએ આપી હતી.

શહેરનો ટાયરાન સ્કવેર વિસ્તાર હંમેશ કામની આશામાં આવેલા કામદારોથી ભરચક હોય છે અને બોમ્બરોએ ત્યાંજ વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટ દરમિયાન ૧૦૫ જણ ઘાયલ થયા હતા.

 અગાઉ મૃતકોની સંખ્યા બે સ્થળે ૨૬ અને ૧૬ જણાવવામાં આવી હતી. તત્કાળ કોઇપણ ત્રાસવાદી જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પણ આ દુષ્કૃત્ય ઇસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓનું હોવાનું જણાય છે.

(10:48 am IST)