Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

મોજા વગર શુઝ પહેરતા હો તો હવે ચેતી જજો

થઇ શકે છે ખરજવું

નવી દિલ્‍હી તા. ૧૫ : સામાન્‍ય લોકો જ નહીં તમામ સેલેબ્‍સ પણ મોજા વગર જૂતાં પહેરે છે. આવું કરવાથી પગમાંથી દુર્ગંધ પણ આવે છે. ઓર્થોપેડિક્‍સનું કહેવું છે કે પગ સાથેની સમસ્‍યાઓથી પરેશાન લોકોની સંખ્‍યા વધતી જઇ રહી છે.

અનેક લોકોની એવી આદત હોય છે કે તેઓ મોજા વગર જ જૂતાં પહેરી લે છે. જોકે, એક્‍સપર્ટની સલાહ અનુસાર આ આદત પગ માટે બિલકુલ સારી નથી હોતી. આવું કરવાથી તમારા પગમાં ઇન્‍ફેક્‍શન થઇ શકે છે. આવું કરવાથી તમારી આંગળીઓની વચ્‍ચે ખરજવું થઇ શકે છે.

પગમાં પરસેવો થવાથી ચામડીમાં ભેજ વધે છે. જેથી ફંગલ ઇન્‍ફેક્‍શન થવાની શક્‍યતા વધે છે. જેથી ખરજવું, આંગળીઓ વચ્‍ચે ખંજવાળ વગેરે સમસ્‍યાઓ થાય છે. જયારે આપણે મોજા પહેરીએ છીએ ત્‍યારે પરસેવો શોષાઇ જાય છે. જેથી ઇન્‍ફેક્‍શનથી બચાવ થાય છે.

જો તમારી એડી ખુલ્લી હોય તો પણ વધારે પડતો પસીનો થવો, ખરાબ ગુણવત્તાયુક્‍ત જૂતાં અને મોજા પહેર્યાં ના હોય તો ફંગલ ઇન્‍ફેક્‍શન થઇ શકે છે. જેથી પગને લગતી મુશ્‍કેલીઓ ઉભી થઇ શકે છે.

મોટાભાગના જૂતાં લેધર અથવા કૃત્રિમ પદાર્થના બનાવવામાં આવે છે. જેથી જૂતાંની અંદર હવા પસાર થઇ શકતી નથી. હવા, પરસેવો અને બેક્‍ટેરિયા જો આ ત્રણે ભેગા થાય તો તમારા પગમાં ફોલ્લાં પણ થઇ શકે છે.

 

(9:56 am IST)