Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2024

સાઉદીમાં રણનો એક હિસ્‍સો લીલોછમ થયો

પૂરતા પ્રમાણમાં પાણી મળવાને કારણે સદીઓથી સૂકાભઠ એવા આ વિસ્‍તારમાં લીલું ઘાસ જોવા મળી રહ્યું છે

દોહા,તા. ૧૫: સાઉદી અરેબિયામાં હાલમાં પડેલા વરસાદને કારણે પવિત્ર શહેરો મક્કા અને મદીના વચ્‍ચેના રણના એક હિસ્‍સામાં લીલોતરી છવાઈ ગઈ છે. પૂરતા પ્રમાણમાં પાણી મળવાને કારણે સદીઓથી સૂકાભઠ એવા આ વિસ્‍તારમાં લીલું ઘાસ જોવા મળી રહ્યું છે. આ પરિવર્તન સાઉદી અરેબિયાના પશ્ચિમ વિસ્‍તારમાં થયું છે. આ વિશેની સોશ્‍યલ મીડિયા પોસ્‍ટમાં એક યુઝરે લખ્‍યું હતું કે એકધારા વરસાદને કારણે આ વિસ્‍તારમાં હવે ઘાસ અને છોડ ઊગી નીકળ્‍યાં છે. ઊંટને ચરવા માટે લીલું ઘાસ મળી રહ્યું છે. આ લીલોતરી હવે નાસાના સેટેલાઇટ દ્વારા પણ નિહાળી શકાય છે. અન્‍ય એક યુઝરે આ ફેરફારને ઈશ્વરનો સંકેત  ગણાવ્‍યો છે.

(9:41 am IST)