Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

મધ્ય ચીનના હુબેઇ વિસ્તારમાં ભારે વરસાદના કારણોસર તબાહી મચી જવાથી 21 લોકોના કુલ મોત : 4 હજુ સુધી લાપતા

નવી દિલ્હી: મધ્ય ચીનના હુબેઇ વિસ્તારના ઉપનગરમાં ભારે વરસાદને કારણે તબાહી મચાવતા અંદાજે ૨૧ લોકોનાં મોત થયા છે. અને લોકો લાપતા થયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુક્સિયન કાઉન્ટીમાં લ્યુલીન ટાઉનશીપમાં ભારે વરસાદ પડ્યો હતો,

જેના કારણે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે વિસ્તારમાં અંદાજે ૮,૦૦૦ લોકો વરસાદથી પ્રભાવિત થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. શહેરના તમામ રસ્તા પૂરને કારણે પાણીમાં ડૂબી ગયા છે જેને લઇને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ ગુરુવારે યલો એલર્ટ જારી કરીને દેશના કેટલાક મધ્ય અને પૂર્વી ભાગોમાં વરસાદની ચેતવણી આપી હતી અને સાવચેતીના પગલાં લેવા જણાવ્યું હતું.

જિયાંગસી અને ઝેજિયાંગના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.તેમજ વાવાઝોડા અને વીજળી પડવાની પણ સંભાવના છે. હેનાનમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી

(4:58 pm IST)