Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

ચીનના શેનડોંગ પ્રાંતમાં બે વર્ષનો હતો ત્યારે અપહરણ થતા 24વર્ષ બાદ આ શખ્સનો પોતાના પિતા સાથે થયો મેળાપ

નવી દિલ્હી: બોલીવૂડ ફિલ્મોમાં નાનાપણમાં માતા પિતાથી વિખૂટા પડી ગયેલા સંતાનનુ વર્ષો પછી માતા પિતા સાથે મિલન થતુ હોવાની કહાનીઓ વારંવાર દર્શાવાઈ છે. જોકે વાસ્તવિકતામાં પણ આવુ બન્યુ છે અને તે ચીનમાં.ચીનમાં શેનડોંગ પ્રાંતમાં રહેતા ગુઓ ગેંગટનના બે વર્ષીય પુત્રને માનવ તસ્કરી કરનારાઓ અપહરણ કરીને ઉઠાવી ગયા હતા.1997માં ઘટના બની હતી.જોકે પુત્રને પાછો મેળવવ માટે ગુઓએ હિંમત હારી નહોતી.પોતાના પુત્રની શોધમાં તેઓ મોટરસાયકલ પર ચીનના 20 રાજ્યોમાં ફરી વળ્યા હતા.દરમિયાન તેમણે લાખો કિલોમીટર મુસાફરી કરી હતી.સંખ્યાબંધ વખત અક્સ્માતો થયા હતા અને તેમના હાડકા પણ ભાંગ્યા હતા.દરમિયાન તેમને 10 મોટર સાયકલો બદલી પડી હતી. તેમણે પોતાના પુત્રને શોધવામાં આખુ જીવન ખર્ચી નાંખ્યુ હતુ.તે પુલ નીચે સુઈ જતા અને પૈસા ખૂટી જાય ત્યારે લોકો પાસે ભીખ માંગતા.દરમિયાન ગુઓ ચીનમાં ગૂમ થઈ જતા લોકોના સંગઠનના સભ્ય પણ બન્યા હતા.તે્મણે સાત બાળકોને તેમના માતા પિતા સાથે મેળાપ કરાવ્યો હતો. ચીનમાં બાળકોની તસ્કરી બહુ જુની સમસ્યા છે.ચીનમાં દર વર્ષે 20000 બાળકોનુ અપહરણ થાય છે.તેમાંથી ઘણા બાળકોને વેચી દેવાય છે.

(5:28 pm IST)