Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

અમેરિકા ફરી ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવા ઈચ્છે છે

ન્યુ વિઝનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે નવી અંતરિક્ષ નીતિ પર ગઈકાલે હસ્તાક્ષર કર્યા ત્યારે અવકાશયાત્રીઓ બઝ એલ્ડ્રિન, હેરિસન સ્મિટ અને પેગી વ્હીટસન હાજર હતા. પેગી અવકાશમાં ૬૬૫ દિવસ પસાર કરી ચૂકી છે

વોશીંગ્ટન, તા. ૧૩ :. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ તેમના દેશના અવકાશયાત્રીઓને ફરી ચંદ્ર પર મોકલવા ઈચ્છે છે. ગઈકાલે દેશની નવી અંતરિક્ષ નીતિ પર હસ્તાક્ષર કરતા અમેરિકીઓને ચંદ્ર પર મોકલવાનો નાસાને નિર્દેશ આપ્યો હતો. ટ્રમ્પે જણાવ્યા પ્રમાણે એ પગલાથી ભવિષ્યમાં મંગળ ગ્રહના પ્રવાસનો માર્ગ ખુલશે. ૧૯૬૯ની ૨૧ જુલાઈએ અમેરિકાના અવકાશયાત્રા નીલ આર્મસ્ટ્રોન્ગ વિશ્વમાં પહેલી વખત ચંદ્ર પર પગ મુકનારા માનવી બન્યા હતા.

 

(10:29 am IST)