Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

પેટમાં ક્રેમ્પ્સ આવતા હોય તો એકયુપ્રેશર મદદ કરી શકે છે

નવી દિલ્હી તા. ૧રઃ છોકરીઓમાં માસિક દરમ્યાન ક્રેપ્સની તકલીફ વધુ જોવા મળે છે અને કેટલીક વાર આ પીડા એટલી અસહ્ય હોય છે કે છોકરીઓ પેઇનકિલર લીધા વિના રૂટીન જિંદગી પણ જીવી નથી શકતી. આવું હોય ત્યારે એકયુપ્રેશર કામનું છે. ક્રેમ્પ્સને કારણે ટૂંટિયું વાળીને પડયા રહેવું પડે એવી સ્થિતિ હોય ત્યારે દવાઓ પણ બેઅસર હોય છે, પરંતુ એમાં એકયુપ્રેશર મદદરૂપ થઇ શકે છે. સ્વિટ્સરલેન્ડની યુનિવર્સિટી ઓફ ઝયુરિકની વૈકલ્પિક સારવાર પદ્ધતિ પર કામ કરતી એક સંસ્થાના નિષ્ણાતોનું કહેવું છે કે માસિકની પીડા દરમ્યાન સ્ત્રીઓ જાતે જ કઇ રીતે રિલીફ મળે એ માટે મથતી હોય છે. એવામાં જો સ્માર્ટફોન એપ દ્વારા તેમને એકયુપ્રેશરના પોઇન્ટ્સનું માર્ગદર્શન આપવામાં આવે તો એ પણ અસરકારક રહે છે. અભ્યાસકર્તાઓએ રર૧ યુવતીઓને છ મહિના સુધી માસિક દરમ્યાન સ્માર્ટફોન એપ જોઇને સ્ટિક વડે જાતે પોઇન્ટ્સ આપવાનું અથવા રૂટીન દવા લેવાનું કહ્યું હતું. અભ્યાસમાં નોંધાયું હતું કે એકયુપ્રેશરના પોઇન્ટ લેનારી યુવતીઓમાં ક્રેમ્પ્સની બાબતમાં ઘણી રાહત થતી હોવાનું નોંધાયું હતું.

(11:49 am IST)